ડીલીટ થયેલા ફોટા પાછા મેળવો ફક્ત 5 મિનિટમાં : તમારા મોબાઈલ માં ભૂલથી ફોટા ડીલીટ થઈ જાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ પોસ્ટમાં હું તમને ડીલીટ થયેલા ફોટા પાછા કઈ રીતે રિકવર કરવા તેના વિશે જણાવીશ એટલે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.
અત્યારના ડિજિટલ જમાનામાં લગભગ બધા લોકો સ્માર્ટફોન નો ઉપયોગ કરતા જ હોય છે. ઘણા લોકોને પોતાના મોબાઈલમાંથી અગત્યના ફોટો ભૂલથી ડીલીટ થઈ જાય છે અને તેને પાછા મેળવવા ઘણો ટ્રાય કરે છે પણ રિકવર થતા નથી. આ પોસ્ટમાં નીચે જણાવેલ સરળ સ્ટેપ દ્વારા તમે તમારા ડીલીટ થયેલા ફોટો ફક્ત 5 મિનિટમાં પાછા મેળવી શકો છો.
ડીલીટ થયેલા ફોટા મેળવો પાછા
ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવાની અત્યારે ઘણી બધી રીતો છે. ઘણા પ્રીમિયમ એપ દ્વારા પણ ડીલીટ થયેલા ફોટો સરળતાથી પાછા મોબાઈલ માં મેળવી શકાય છે.
અત્યારના લેટેસ્ટ સ્માર્ટફોન માં ફોટા ભૂલથી ડીલીટ થઈ જાય તો રિસાયકલ બિન માં તે સેવ રહે છે, પરંતુ જુના મોબાઈલ માં આ વિકલ્પ ન હોવાને કારણે ડીલીટ થયેલા ફોટા પાછા મેળવી શકાતા નથી. જુના મોબાઈલ માં ડીલીટ થયેલા ફોટો નીચે આપેલ એપ્સ ની મદદથી સરળતાથી પાછા મેળવી શકો છો.
Diskdiger Photo Recovery App
આ એપ્લિકેશનને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.
ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવા માટે Diskdrigger એ સૌથી સરળ અને ફ્રી એપ્સ છે. આ એપ્સની મદદથી તમે ડીલીટ થયેલા ફોટો સાવ સરળ રીતે પાછા મેળવી શકો છો.
ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવા માટે સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી Diskdrigger એપ ડાઉનલોડ કરીને તમારા મોબાઈલ માં install કરવું પડશે.
એપને Install કર્યા બાદ તમારે એ એપને ઓપન કરીને Start Basic Photo Scan પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારા જેટલા પણ ફોટા ડીલીટ થયેલા હશે તે બધા ફોટા તમને મોબાઈલ સ્ક્રીનમાં દેખાશે.
આમાં, તમને ઘણા ફોટા ડબલ વાર દેખાશે એટલે જે ફોટાની સાઈઝ વધારે હોય એ ફોટાને સિલેક્ટ કરવો.
છેલ્લે તમારે જે પણ ફોટા પાછા મેળવવા હોય તેને સિલેક્ટ કરીને Recover બટન પર ક્લિક કરો.
ત્યારબાદ તમારે ફોટા ક્યાં ફોલ્ડરમાં સેવ કરવા છે તે સિલેક્ટ કરીને Ok બટન પર ક્લિક કરો એટલે તમારા બધા ફોટો એ ફોલ્ડરમાં સેવ થઈ જશે.
DigDeep ફોટા પાછા લાવવાનું એપ
ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવા માટે આ એપનો ઘણા લોકો યુઝ કરે છે. આ એપને પણ તમે પ્લે સ્ટોરમાંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
Diskdiger એપ ડાઉનલોડ કરવાની લિંક | Click Here |
DigDeep એપ ડાઉનલોડ કરવાની લિંક | Click Here |
HomePage | Click Here |
સૌ પ્રથમ પ્લે સ્ટોર માંથી DigDeep Image Recovery એપ ડાઉનલોડ કરો અને તેને Install કરો.
એપ Install કર્યા બાદ તેને ઓપન કરો.
એપ ઓપન કર્યા બાદ તમારા જે પણ ફોટો ડીલીટ થયા હશે તે આ એપ Scan કરશે અને જેટલા પણ ફોટા ડીલીટ થયા હશે તેનું લિસ્ટ તમને દેખાશે.
ડીલીટ થયેલા બધા ફોટો અલગ અલગ આલ્બમમાં દેખાશે એમાંથી તમારે કયો ફોટો પાછો મેળવવો છે તેને સિલેક્ટ કરો.
ફોટા સિલેક્ટ કર્યા બાદ Resotre બટન પર ક્લિક કરો એટલે તમારો ફોટો ફરી ગેલેરીમાં સેવ થઈ જશે.