NPK Fertilizer Price | DAP Fertilizer Price

ડીએપી, એનપીકે ખાતરના ભાવમાં 60 ટકા સુધીનો કમ્મરતોડ વધારો

આ વખતે ઇફ્ફકોએ જ ભાવ વધારો કર્યો છે અને ઇતિહાસમાં પહેલા ક્યારેય ન થયો એવો ભાવ વધારો કર્યો છે.

આમ, ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે.

દેશના સૌથી મોટા ખાતર ઉત્પાદન ઇફ્ફકો દ્વારા ડીએપી અને એનપીકે ખાતરના ભાવમાં કમ્મરતોડ વધારો કરવામાં આવ્યો છે. જેની અસરથી હવે ડીએપીની 50 કિલોની થેલીની કિંમત રૂ.1200થી વધીને રૂ.1900 થઇ છે.

જ્યારે એનપીકેના વિવિધ ગ્રેડના ભાવમાં પણ તોતિંગ વધારો થતા એની કિંમત પણ રૂ.1700થી રૂ.1800ની સપાટીએ પહોંચી ગઇ છે. એક સાથે ખાતરના ભાવમાં આટલો કમ્મરતોડ વધારો પહેલી વખત થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાથી ખાતર કંપનીઓ લાંબા સમયથી ભાવ વધારો કરવાનું આયોજન કરી રહી હતી. જોકે, સરકારી હસ્તક્ષેપના કારણે ભાવ વધારાના નિર્ણય પાછો ઠેલાતો હતો.

કોરોના કેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.૭૦૦ સુધી ભાવ વધ્યાં છે જયારે એએસપી ખાતરમાં રૂા.૩૭૫નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ છે.

એક બાજુ, ખેડૂતો વિજળી,પાણી સહિત અનેક સમસ્યાથી પિડીત છે.કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો થયો છે.