રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોનુ સારુ ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. અનેક વખત ખેડૂતોએ પોતાના પાકને ખુબ જ ઓછા ભાવે વેચવો પડે છે અને ઘણી વખત અનાજ સડી પણ જાય છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
યોજનાનું નામ | પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | ખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતોને |
સહાયની રકમ | ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/09/2021 |
ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા ગુજરાત સરકારે ગોડાઉન યોજના શરૂ કરી છે. ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાય રહેશે અને યોગ્ય સમયે વેંચાણ કરી શકશે. આ યોજના અંતર્ગત કેટકી સહાય મળે? લાભાર્થીની પાત્રતા? ક્યાં દસ્તાવેજની જરૂર પડશે? વગેરે જેવી તમામ માહિતી તમને જણાવીશું.
ગોડાઉન સહાય ની લાભાર્થીની પાત્રતા
રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઈ શકાય છે. ન્યુનત્તમ 330 ચો. ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહેશે.
ગોડાઉન સહાય ની મળવાપાત્ર સહાય
અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 50,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
અનુસુચિત જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
ગોડાઉન સહાય ની અરજી કરવાની છેલ્લી તારીખ
તમે 05/08/2021 થી 05/09/2021 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.
ગોડાઉન સહાય ની અરજી ક્યાં કરવાની રહેશે?
દરેક ખેડૂત ભાઈઓએ ગ્રામ પંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.
ગોડાઉન સહાય જરૂરી આધાર પુરાવા
i-khedut portal 2021 દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.
1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
2. ikhedut portal 7 12
3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
7.જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)
iKhedut Portal New Registration
આ યોજનાનો લાભ લેવા માટે ધરતીપુત્રોઓએ આઈ ખેડૂત પોર્ટલના પરથી Online Form ભરવાનું રહેશે.

iKhedut Portal અરજીનું સ્ટેટસ તપાસવા અને રિપ્રિન્ટ માટે
લાભાર્થી ખેડૂત ikhedut portal online application status તથા ikhedut portal arji print પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી મેળવી શકે છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી.
નોંધ:- ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.