ચણા, તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા: રજિસ્ટ્રેશન, જરૂરી પુરાવા, કેટલો ભાવ?

ચણા, તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા: રજિસ્ટ્રેશન, જરૂરી પુરાવા, કેટલો ભાવ?

નમસ્કાર ખેડૂત મિત્રો,

જય જવાન જય કિસાન

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતને પોતાના પાકનાં સારા ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરતી હોય છે. તો આ વખતે પણ શિયાળુ પાકોના વાવેતર તુવેરચણા અને રાયડા માં ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે.

આ વખતે સરકારે તુવેર, ચણા અને રાયડા ના ટેકાનાં ભાવ નીચે મુજબ રાખ્યા છે.

(૧) તુવેર ના ભાવ

તુવેરનો ૧ મણનો ભાવ સરકારે ૧૨૦૦ ભાવ નક્કી કર્યો છે.

(૨) ચણાના ભાવ

ચણાનો ૧ મણનો ભાવ સરકારે ૧૦૨૦ નક્કી કર્યો છે.

(૩) રાયડા ના ભાવ

રાયડાનો ૧ મણનો ભાવ સરકારે ૯૩૦ ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે.

ચણા અને રાયડા ના ટેકાના ભાવ ના રજિસ્ટ્રેશન ની તારીખ ૦૧/૦૨/૨૦૨૧ થી ૧૫/૦૨/૨૦૨૧, આમ કુલ ૧૫ દિવસમાં ઇચ્છુક ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

તુવેર ના ટેકાના ભાવ માં રજિસ્ટ્રેશન ની તારીખ ૧૫/૦૧/૨૦૨૧ થી ૩૧/૦૧/૨૦૨૧, આમ કુલ ૧૫ દિવસમાં ઇચ્છુક ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રહેશે? :-

૧) ઇચ્છુક ખેડૂત મિત્રોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

૨) તમારા ગામની પંચાયતમાં ઈ ગ્રામ ખાતેથી અરજી કરી શકશો.

૩) અથવા તો તમારા નજીકના APMC કેન્દ્ર પર જઈ અરજી કરી શકશો.

રજિસ્ટ્રેશન માટેના જરૂરી આધાર પુરાવા:-

૧) આધાર કાર્ડ ની નકલ.

૨) બેંક પાસબુક ની નકલ (કેન્સલ ચેક).

૩) ૭/૧૨ અને ૮- અ નો નમુનો.

૪) તલાટી નો વાવેતર નો દાખલો.

નોંધ :- તમામ આધાર પુરાવા ની નકલ વંચાય તેવી હોવી ખૂબ જ જરૂરી છે.

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેની સ્લીપ અચૂક લઈ લેવી.

ખરીદ પ્રક્રિયા ક્યારે? 

આમ, રજિસ્ટ્રેશન ની કાર્યવાહી પૂરી થયા બાદ તુવેર ની ખરીદી પ્રક્રિયા ૦૧/૦૨/૨૦૨૧ થી ૦૧/૦૫/૨૦૨૧ ચાલુ રહેશે.

રાયડા અને ચણા ની ખરીદી પ્રક્રિયા ૧૬/૦૨/૨૦૨૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધી ચાલુ રહેશે.