ગુજરાત માટે ચાર દિવસ અતિ ભારે – ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પહોંચતા મેઘરાજાએ ભલે લોકોને રાહ જોવડાવી, પરંતુ હવે મેઘરાજા પોતાના આગમન સાથે જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશેઃ અંબાલાલ

અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે.

ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે શું કહ્યું?

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન અપડેટ જોવા અહી ક્લિક કરો

આગામી પાંચ દિવસ વલસાડ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Previous articleWindy Live Update Gujarat – Weather Forecast
Next articleDamini App શું છે? જાણો વિજળી પડતાં પહેલાં આ App કેવી રીતે કરે છે સાવધાન