કેન્દ્રિય બજેટ 2023 – આ વસ્તુઓ આવશે તમારા ‘બજેટમાં’, જુઓ શું સસ્તું અને શું થશે મોંઘું

કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે, જે મુજબ ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. જેથી ચાંદીની કિંમતમાં વધારો થશે.

સંસદમાં આજે બજેટ 2023 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે. કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો આપણે જાણીએ કે આજના બજેટ પછી શું સસ્તુ અને શું મોંઘુ થશે.

શું થશે સસ્તું?

– ઈલેક્ટ્રિક વ્હિકલ  
– બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ  
– મોબાઈલ ફોન, કેમેરા,  LED ટીવી

– લેપટોપ
– ખેતીના સામાન  
– TV પેનલના પાર્ટ્સ 
– હીરા મેન્યુફેક્ચિરંગ માટેની વસ્તુઓ 
– લિથિયમ આયન બેટરી 
– મોબાઈલના સ્પેરપાર્ટ સસ્તા થશે
– રમકડાં, સાઇકલ
– રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી

શું મોંઘુ થશે?

– સિગારેટ મોંઘી થશે
– રસોઈ ઘરની ચીમની મોંઘી થશે
– વાસણ
– કમ્પાઉન્ડેડ રબર 
– એક્સ-રે મશીન 
– સોના-ચાંદીના દાગીના મોંઘા થશે
– ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી
– સોના-ચાંદી અને પ્લેટિનમના દાગીના

કેન્દ્ર સરકારે ફરી એકવાર રેલવેના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેનાથી તમામ યોજનાઓ પર કામ કરવામાં આવશે.

વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો
અન્ય માહિતી માટે અહી ક્લિક કરો

નાણામંત્રીએ કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી છે. વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. 

Previous articleસરકાર ગેરંટી વગર આપી રહી છે લોન જાણો, તેના વિષે વિગતવાર માહિતી – PM Svanidhi Scheme Loan Apply
Next articleકપાસનાં ભાવમાં વધારો જાણો ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ ના ભાવ શું છે