ડુંગળીમાં તેજીનો કરંટ : મણે રૂ.600ની સપાટીએ પહોંચ્યા ભાવ

ડુંગળીમાં તેજીનો કરંટ ણે રૂ.600ની સપાટીએ પહોંચ્યા ભાવ

ડુંગળીના ભાવ છેલ્લા છ મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. પાછોતરા વરસાદના કારણે દેશભરના અનેક રાજ્યોમાં ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યુ છે. આ કારણે ચોમાસુ સિઝનનો પાક ધારણા કરતા ઓછો આવશે એવા અહેવાલોના કારણે ડુંગળીમાં સતત તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ખેડૂતલક્ષી યોજના લિસ્ટ જોવા અહીં ક્લિક કરો 

ડુંગળીના વેપારનું હબ કહેવાતા મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ લાસણગાંવ યાર્ડમાં ડુંગળીનો પ્રતિમણ ભાવ રૂ.700ની સપાટીથી ઉપર પહોંચ્યો છે. ગુજરાતના મહુવા માર્કેટયાર્ડમાં હાલ દૈનિક સરેરાશ ત્રણથી ચાર હજાર બોરી ડુંગળીની આવક જ થઇ રહી છે.

ગુજરાતના યાર્ડોમાં સરેરાશ રૂ.500થી રૂ.650ની સપાટીની વચ્ચે ડુંગળીમાં વેપાર થઇ રહ્યો છે. ડુંગળીની જેમ ટામેટામાં પણ તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. શાકભાજી પાકોમાં જ્યારે ખેડૂતો પાસે સ્ટોક ન હોય ત્યારે ભાવ વધી જતા હોય છે.

આ પણ વાંચો : 6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર જોવા અહીં ક્લિક કરો

આ બાદ જ્યારે નવી આવક શરૂ થાય ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે એવુ પણ બનતુ હોય છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં નીચે ક્લિક કરો.